શબ્દો છે તો જ...

 "શબ્દો છે તો જ..."


 શબ્દોની અમૂલ્યતા

શબ્દો છે તો જ વાક્ય છે 

વાક્ય છે તો જ ભાષા છે,


શબ્દો છે તો જ જ્ઞાન છે

જ્ઞાન છે તો જ શિક્ષા છે, 


શબ્દો છે તો જ વાચા છે

વાચા છે તો જ સમજ છે,


શબ્દો છે તો જ કવિતા છે

કવિતા છે તો જ કવિ છે,  


શબ્દો છે તો જ લેખ છે 

લેખ છે તો જ લેખક છે.


ધૃતિ સોની (વડોદરા)

1 Comments