ભોલે ભંડારી

 ભોલે ભંડારી 


હિમાલય નિવાસી, હાથ ત્રિશૂળ ડમરુ ધારી 

જય હો જય હો , ભોલે ભંડારી 


જટા ચંદ્ર ગંગા ધારી, અનંત વિશ્વ ભયે બલિહારી 

જય હો જય હો, ભોલે ભંડારી 


નટરાજ શિવ, અખંડ શિવ 

હર કણ કણ મે બસે અવિનાશી 

જય હો જય હો ભોલે ભંડારી 


દુઃખી દિન જન પર દયા ધારી

કરો દુઃખ થી મુક્તિ અમારી 

જય હો જય હો ભોલે ભંડારી 


વિષ ને કંઠ માં ધારી, 

પૃથ્વી ને આપે ઉગારી 

જય હો જય હો, ભોલે ભંડારી 


પાપ વિનાશક, શિવ તમે 

દોષ સંહારક, મહાદેવ તમે 

દર્શન કરે સ્તુતિ તમારી 

કૃપા કરો કૃપા કરો, ભોલે ભંડારી 



હિમાલય નિવાસી, હાથ ત્રિશૂળ ડમરુ ધારી 

જય હો જય હો, ભોલે ભંડારી 


- દર્શન એચ જેઠવા

0 Comments