તું ભોળો છે....

 તું ભોળો છે....


અસત્ય મારગેથી વાળ,

ભવસાગરેથી હવે તાર,

બહું ભારી છે અહીં માર,

     તું ભોળો છે વિનંતીને પાડજે પાર....

નબળી ક્ષણે આપજે ભાન,

ખરા માણસનો દેજે વાન,

ને ,કરાવજે આ હાથે દાન,

      તું ભોળો છે અરજનું રાખજે માન....

બદલાવજે જીવનની ચાલ ,

કરમ શુભ કરાવજે હર સાલ,

ને ,દેજે અઢળક જીવને વહાલ,

        તું ભોળો છે પ્રાર્થનાને ધરજે ભાલ.....

ભૂલોને ભૂલી ટાળજે વિવાદ,

સાંભળજે હવે તો આ સાદ,

ને ,દેજે ભલો ૐ કારનો નાદ,

        તું ભાળો છે સ્તુતિમાં સાંભળજે સંવાદ...

 

નિલેશ બગથરિયા   "નીલ"

          

0 Comments