સર્વસ્વ

 સર્વસ્વ


તું ભોળો છે,


તું જ અંત છે ને તું જ અંનત છે,


તું જ તો અનાથોનો નાથ છે,


તારા વિશે શું કહું મહાદેવ,


જ્યાં કોઈ નથી હોતુ એ નદીનો કિનારો તું છે,


દરેક નિરાશામાં આશાની કિરણ તું છે,


દરેક સમસ્યામાં સમાધન તું છે,


બધા જ પ્રશ્નોનાં જવાબરૂપી તારું નામ છે,


દરેક જગ્યાએ પ્રગટ થતી જયોતિમાં તેજ સ્વરૂપ તું છે,


તું જ પ્રાણી તથા મનુષ્ય સર્વસ્વનો પાલનહાર છે,


તારા નામ માત્રમાં જ તો જગતનું કલ્યાણ છે,


તું જ સર્વસ્વ અને સર્વવ્યાપી છે.

ડોલી વાધવાની 

0 Comments