મહાકાલ સ્વરૂપ
જેમ આ બ્રહ્માંડનો કોઈ અંત નથી,
અને કોઈ શરૂઆત નથી તેવી જ રીતે શિવ શાશ્વત છે, આખું બ્રહ્માંડ શિવમાં સમાયેલું છે,
જ્યારે કંઈ નહોતું, ત્યાં પણ શિવ હતા જ્યારે કંઈ ન રેશે
તો પણ ભગવાન શિવ જ રહેશે,
શિવને મહાકાલ કહેવામાં આવે છે,
એટલે કે સમય પ્રમાણે શિવ આ સ્વરૂપ દ્વારા સમગ્ર સૃષ્ટિનું પાલન કરે છે.
આ સ્વરૂપ દ્વારા, ભગવાને પોતાની શક્તિથી તમામ ગ્રહો ને એકત્રિત કર્યા છે. ભગવાનનું આ સ્વરૂપ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે
છે કારણ કે સમગ્ર સૃષ્ટિનો આધાર આ સ્વરૂપ પર રહેલો છે.ભગવાન શંકરને પવિત્ર શ્રી દેવી ભાગવત મહાપુરાણમાં
તમોગુણ તરીકે વર્ણવવામાં આવ્યા છે, તેનો પુરાવો શ્રી દેવી ભાગવત મહાપુરાણ માં પણ જોવા મળે છે,,,?
ભગવાન શિવે એક વખત કહ્યું હતું કે 'કલ્પના' જ ધારણા
કરતાં વધુ મહત્વની છે. જેમ આપણે કલ્પના કરીએ છીએ અને વિચારીએ છીએ, તેમ આપણે બનીએ છીએ.
સ્વપ્ન પણ કલ્પના છે. મોટાભાગના લોકો પોતાના અથવા અન્ય લોકો વિશે ખરાબ કલ્પનાઓ અથવા વિચારો રાખે છે. સામૂહિક કલ્પનાએ આજે વિશ્વમાં ગભરાટ અને ગુનાના વાતાવરણમાં વધુ યોગદાન આપ્યું છે.??
~ભરત સંઘાર
0 Comments