દીલથી નીકળેલા શબ્દો
" મનહ્રદય સાથે લખતી લાગણી, આંખે પણ આંસુધાર હોય છે. દીલથી નીકળેલા શબ્દો, એના ઘણા પ્રેમાળ છે. વિચારી વિચારીને ડગલું ભરતા લાંબી હરણફાળ થાય છે. એમાં મારા હ્રદયના તાર સમા શબ્દો જોડાય જાય છે. ના કરું કોઈને હેરાન છતાંયે કોઈવાર કહેવાય જાય છે, ત્યારે શબ્દોનો ભાર મારી આંખથી વહી જાય છે. જો ભૂલ હોય મારી ત્યારે બેશક માફી પણ માગી લઉં છું, અને ના ભૂલ હોય છતાંયે કોઈ દીલ દુભવી જાય છે, તો પણ પરમાત્માની નજર સમક્ષ માફ કરી દેવાય છે. બસ એજ તો છે મારા મહામૂલા મોંઘેરા હ્રદયથી વ્યક્ત થતા શબ્દોની કરામત એમાં માઁ સરસ્વતીની કૃપા છે. "
બગડેલી બાજી મારા શબ્દોથી જ સુધરી જાય છે અને કોઈવાર સત્ય ચૉટ કહેતા સંબંધો પણ વણસી જાય છે. ત્યારે પણ બસ નમતું જોખતા મારા વ્હાલા શબ્દોની આમાન્યા સાંચવતા ગમ પણ ખવાય છે. મન મોટુ રાખી, હ્રદયની વિશાળતાએ પરમાત્માનાં શરણે જવાય છે. એવી હું લાગણી "શબ્દોની અમૂલ્યતા"ને ભારોભાર આદર કરું છું. મારી જીભે માઁ સરસ્વતી અને મારી કલમે મારા હ્રદયથી નીકળતા શબ્દોને હું નમન કરું છું. !"
0 Comments