શબ્દનો પ્રભાવ

 શબ્દનો પ્રભાવ 


  શબ્દ ક્યારે બોલવો? અને ક્યારે લખવો? એ સ્વભાવ,સંસ્કાર,ભણતર અને ગણતર પર આધારીત છે.

     બધાં સારો શબ્દ પ્રયોગ કરી નથી શક્તાં, અને કરીએ તો પણ સામે એવાં શ્રોતા હોવાં જોઇએ જે સમજી શકે, બાકી તો ભેસ પાસે ભાગવત વાંચવા બરોબર થાય..

    શબ્દ સાથે ભાવ, લાગણી, દ્વેષ જોડાયેલ હોય છે, અમુક સભામાં કે અમુક ધાર્મિક સંતોનાં શબ્દો દિલ પર ઉતરી જાય છે, જાણે કોઈ અલગ દુનિયામાં લઈ જાય, તમારા દિલ,દિમાગ પર અસર કરી જાય..એ માહોલ ઉભો કરી શકે ને લાગે કે સાંભળ્યાં જ રાખી. એ શબ્દની પણ એટલી તાકાત હોય છે, બોલનારના કહ્યાં પ્રમાણે તમે અનુસરવા મનથી મજબૂર બનો જાઉં છો..

       અમુક લોકોનાં શબ્દ એટલાં કર્કશ અને અપમાન જનક હોય છે, કે તમને એ સમયે તો દિલ પર ધાવ આપે છે, પણ જીવો ત્યાં સુધી એ શબ્દો એને માનસિક તકલીફ આપે છે..

        શબ્દ,સમજ,વાણી માં  સરસ્વતીની દેન છે. જેનો જેટલો સદ્ ઉપયોગ કરો એટલો તમારો જિંદગી સવારવામાં દરેક શબ્દ મદદરૂપ થશે..

- તેજસ વસાણી

0 Comments