શબ્દ નું મહત્વ

શબ્દ નું મહત્વ  


શબ્દ જ તારે

શબ્દ જ મારે

શબ્દ  બૃભ,


શબ્દ જ છે કે જે મહાભારત પણ કરાવે

"આંધળા ના પુત્ર આંધળા"


શબ્દ જ છે કે સંપૂર્ણ રામાયણ સભવ  થયું. 



"ભરતને ગાદી ને રામને ચૌદ વરસ નો વનવાસ. "


રામ શબ્દથી પત્થર તરી ગયા.


રામ નામથી વાલિયો સાધુ થઈ ગયો. 


શબ્દ ને તોલી તોલી ને બોલવા જોઈએ. 


શબ્દ જ છે કે બધા ધાર્મિક, વેદ પુરાણો, ઉપનિષદ, ભાગવત  રામાયણ જેવા પુસ્તકો નો અમૂલ્ય ખજાનો આપણી પાસે છે


કહેવાય છે કે મારતા નો હાથ પકડાય્, પણ બોલતાનું મો થોડું પકડાય છે? 


મો માંથી છૂટેલો શબ્દ પારકો થઈ જાય છે


શબ્દ જ બધી લાગણીઓને દશૉવવાનુ કામ કરે છે. 


કવિતા મોદી



0 Comments