શીર્ષક અંત- આરંભ
અંત-આરંભ એક સિક્કાની બે બાજુ,
સમજીને જીવવાનું રખાય સાચે સાચું.
શબ્દ બ્રહ્મ છે જાણી લેવાનું જગતમાં,
ને માટે વાતે વાતે વેતરાય ના કાચે કાચુ.
સાંભળી હતી વાત તો ખાલી દિવાલે
છતાં પણ ગાજી ઊઠ્યું હતું નાકે નાકું.
વચને બંધાવું હવે તો છે ભરમાવા જેવું,
માટે કહેવા કરતાં કરવાનું કામ પાકે પાકું.
આમ દોડ્યે રાખો અઢળક પામીને પણ,
પછી જીવતર આ લાગશે સાવ રાકે રાકું.
➖➖➖➖➖➖➖➖➖
*નામ નિલેશ બગથરિયા...નીલ
*ગામ રાણપર
0 Comments