ૐ નમઃ શિવાય
નમઃ શંકરાય ૐ નમઃ શિવાય
નમઃ નિર્વિકારાય ૐ નમઃ શિવાય.
હે આદીસ્વરુપ, નિરાકાર શંભુ,
નમઃ અનંતાય ૐ નમઃ શિવાય.
હે ચંદ્રશેખર હે પ્રભુ જટાધારી,
નમઃ ગંગાધરાય ૐ નમઃ શિવાય.
પીધું હળાહળ આ જગતને માટે,
નમઃ નિલકંઠાય ૐ નમઃ શિવાય.
હે ત્રિશૂળ ધારી હે ત્રિલોચનાય,
નમઃ ભસ્મૈધરાય ૐ નમઃ શિવાય.
હે ઉમાશંકર ભોળાનાથ શંભુ,
અર્ધનારેશ્વરાય ૐ નમઃ શિવાય.
હે નટરાજ હે પ્રભુ ડમરું ધારી,
નમઃ ઓમકારાય ૐ નમઃ શિવાય.
કૌશલ પુરાણી "નિઃશબ્દ"
0 Comments