શબ્દોની અસર
શબ્દો એક એવી અમૂલ્ય ભેટ છે જેનાથી મનુષ્ય કોઈના દિલમાં ઉતરે છે કાં તો કોઈના દિલ પરથી ઉતરી જાય છે,
એક એક શબ્દ તું વિચારીને બોલ અંહિયા લોકો તારા શબ્દોને વિરુદ્ધ માર્ગમા લઈ જવા બેઠા જ છે,
શબ્દોની અમૂલ્ય ભેટ તો વ્હાલા તારી પાસે છે જ,
બસ તું એને સાચવીને ઉપયોગ કર,
શબ્દોમા છે એટલી તાકત જે તને પથ્થરમાંથી હીરો બનાવી શકે છે,
જો તારે આ મતલબી યુગમાંથી હસતાં - હસતાં જવુ છે,
તો મીઠી વાણીનો ઉચ્ચાર કર,
મનુષ્ય જન્મ ના તુ વ્યર્થ કર,
શબ્દોનો સાચો ઉપયોગ કર.
લેખક
ડોલી વાધવાની
0 Comments